BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની જિલ્લા કારોબારી યોજાઈ.

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કારોબારી રિક્ત સ્થાન પૂર્તિ તેમજ તાલુકા વિસ્તરણની ધોષણા કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા- 23 એપ્રિલ  : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગની જિલ્લા કારોબારી ચિંતન ફાર્મ, કુકમા મધ્યે પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. જેમા અપેક્ષિત જિલ્લા કારોબારી ટીમ તેમજ અન્ય સંવર્ગના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.કારોબારી બેઠકની શરૂઆત પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીના વરદ હસ્તે દિપ પ્રાગટ્યથી કરાઇ. મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી દ્વારા સરસ્વતી વંદના બાદ કારોબારી બેઠકના ઍજન્ડા મુજબ ગત મિટિંગના પ્રોસિડિંગનું વાંચન અને થયેલ રચનાત્મક કાર્યક્રમોનુ વૃત મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર દ્વારા રજૂ કરાયેલ હતુ. પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીએ રાજય કક્ષાએથી મળેલ સૂચના જિલ્લા તથા તાલુકા કક્ષા સુધી પહોંચાડવામાં આવેલ હતી, વાર્ષિક યોજના તથા આગામી નિયમિત કાર્યક્રમ અંગે પણ જાણકારી સહ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ, આગામી જાગરણ પર્વ અંગે મતદાર જાગૃતિ અભિયાન તથા પ્રવાસ યોજના અન્ય સંવર્ગો સાથે સંકલન કરી યોજવાનુ નક્કી કરાયુ તેમજ અંતે માધ્યમિક અને ઉચ્ચતર ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરતા સંગઠનનો વિસ્તૃત પરિચય તેમજ રાષ્ટ્રવાદી વિચારધારા વાળા સંગઠનમાં કાર્યકર્તાઓની ભૂમિકા વિષે વાત કરી શિક્ષણ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સેવારત રહેવા અપીલ કરી હતી અને જિલ્લા કારોબારીમાં પડેલ રિક્ત સ્થાન પૂર્તિ તેમજ તાલુકા સહ વિસ્તરણ અને નવીન જવાબદારી ઘોષણા કરવામાં આવેલ હતી. જિલ્લા કારોબારીમાં રિક્ત સ્થાન પર વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ચેતનભાઇ લાખાણી, નવીન જવાબદારીમાં સહમંત્રી હરિભાઈ ગઢવી અને આંતરીક ઓડિટર કાંતિલાલ ચૌહાણ તેમજ જિલ્લા કારોબારીમાં કૈલાશભારથી ગોસ્વામી, દિનેશભાઈ દેસાઈ અને બાબુલાલ પરમાર તેમજ તાલુકા સહ વિસ્તરણમાં સંયોજક અને સહ સંયોજક તરીકે ભુજ- કાંતિલાલ ચૌહાણ અને તનેરાજસિંહ વાઘેલા, નખત્રાણા- હરિતભાઈ ભટ્ટ અને બાબુલાલ પરમાર, અંજાર- માવજીભાઈ ચૌહાણ અને દિલીપભાઈ પરમાર, લખપત- અમરાભાઈ મકવાણા, અબડાસા- પ્રેમભાઇ ગુપ્તા, માંડવી- કૈલાશભારથી ગોસ્વામી, મુંદરા- નિલેશભાઈ વાઘેલા, ગાંધીધામ- કીતિઁભાઇ પરમાર, ભચાઉ- ભાવેશભાઈ પ્રજાપતિ તેમજ રાપર- દિનેશભાઈ દેસાઈ ની ધોષણા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતી.આ તકે માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, મંત્રી નિલેશભાઈ વાઘેલા, કારોબારી સભ્ય કાનજીભાઈ ગઢવી, પ્રેમભાઇ ગુપ્તા તેમજ માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરેનસિંહ ધલ, નરેન્દ્ર રામાનુજ, પ્રાથમિક ગ્રાન્ટેડ કલ્પેશભાઇ ચૌધરી, મહામંત્રી હિતેશભાઇ સોલંકી, તિમિરભાઇ ગોર, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, બળવંતભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતી રહેલ હતી. આભાર વિધિ હિતેશભાઇ સોલંકી અને કલ્યાણ મંત્ર પુનશીભાઈ ગઢવીએ કરાવેલ હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અમોલભાઈ ધોળકીયાએ કરેલ હતુ. કારોબારીના અંતે સૌએ સાથે મળી સાત્વિક ભોજનનો રસાસ્વાદ માણેલ હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!