લખતર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા સમાહર્તા કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ લખતર ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાનાર છે જે અંતર્ગત આજરોજ નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાની ઉપસ્થિતિમાં એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં આ રિહર્સલમાં સ્ટેજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, સાઉન્ડ, ટેબ્લોનું નિર્દેશન સહિતની વ્યવસ્થાઓનું નિવાસી અધિક કલેકટરએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર જ સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા આ રિહર્સલમાં વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





