
તા.૧૩.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને દિવ્ય આત્માઓની શાંતિ માટે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ અર્શુભરી શ્રદ્ધાંજલિ આપી
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે આખા દેશમાં કાળજું કંપાવી નાખે તેવી અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાથી તમામ દેશના નાગરિકો દુઃખી છે. ત્યારે સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્ર બોલી જીવ ગુમાવનાર તમામ પીડિતો અને તેમના પરિવાર જનો પ્રત્યે હદય પૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ જીવ ગુમાવનાર તમામને ચૈતન્ય શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે. જેમને જીવ ગુમાવેલ છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું અને અર્શુભરીશ્રદ્ધાંજલિ આપી હતી.ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો રાજુભાઈ મકવાણા, અશ્વિનભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને હદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી





