બોડેલી તાલુકા નુ ચાંચક ની હદ માં આવેલ શ્રી રામ કોમ્પ્લેક્સ નુ બાંધકામ ગેરકાયદેસર હોવા ના આક્ષેપો?
બોક્સ:-બોડેલી તાલુકાનું સૌથી મોટું કૌભાંડ તરીકે ચર્ચાનો વિષય બન્યો છે.


બોકસ:-બોડેલી ચાંચક ગ્રામ પંચાયત હદમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ મામલે વિવાદ?
બોડેલીના અલીપુરા ગામે આવેલ ચાંચક ગ્રામ પંચાયતની હદમાં હરખલી કોતરવાડા ખાતે ગેરકાયદેસર રીતે રાતોરાત 62 દુકાનો ધરાવતું ભવ્ય કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. ચાંચક પંચાયતના તલાટી દ્વારા આર.ટી.આઈ.ના જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કોમ્પ્લેક્સ બાંધવાની કોઈ પરમિશન પંચાયત દ્વારા આપવામાં આવી નથી, અને આ અંગે કોઈ અરજી પણ સુપરત કરવામાં આવી નથી.
આ કેસમાં ઉલ્લેખનીય છે કે માલિકી ફક્ત 8 દુકાનની હતી, પરંતુ તેની જગ્યાએ 62 દુકાનોનું ભવ્ય કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સ સરકારી જમીન અને ગટર લાઈન પર બાંધવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. ગામના નાગરિકોમાં ચર્ચા છે કે તલાટી અને અન્ય અધિકારીઓ સાથે બિલ્ડરે મિલીભગત કરી આ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.
અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચે દબાણો હટાવ ની પહેલ સરકારી જમીન પરથી દબાણ દૂર કરી લોકોની આસપાસની જમીન માં દબાણો હટાવી અડચણ રૂપિ દબાણો મુક્ત કરાવી હતી, પરંતુ ચાંચકના સરપંચ અને તલાટી પર આ કેસમાં ગંભીર આક્ષેપો? 62 દુકાનોનું આ કોમ્પ્લેક્સ તલાટી અને સરપંચની મૌન મંજૂરીમાં બાંધવામાં આવ્યું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




