લવારા પગાર કેન્દ્ર શાળાના શિક્ષકે UGC-NET પરીક્ષાપાસ કરતાં પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓની વર્ષા વરસાઈ રહી છે.

ભારતભરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય (NTA) દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લેવામાં આવેલ UGC-NET પરીક્ષાના પરિણામ ૨૧ મી જુલાઈ ૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવેલ જેમાં શ્રી લવારા પગાર કેન્દ્ર શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાભર તાલુકા ના બુરેઠા ગામના વતની દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ રમેશકુમાર અંબારામભાઈ યુ. જી.સી.નેટ જુન ૨૦૨૫ ની પરીક્ષામાં ગુજરાતી વિષય માં ઉતીર્ણ થતા શ્રી બાર પરગણા પ્રજાપતિ સમાજના સૌ નાના મોટા આગેવાનો શુભેચ્છાઓની વર્ષા વર્ષાવી રહ્યા છે.રમેશભાઈ પ્રજાપતિએ ગયા વર્ષે ૨૦૨૪ માં ગુજરાત રાજ્યની GSETની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે.અને હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માંથી ડૉ. કનૈયાલાલ પટેલ (મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી મોતીપુરા, હિંમતનગર)ના માર્ગદર્શન હેઠળ “અનુ આધુનિકયુગની ટૂંકી વાર્તાનો રચનારીતિ અને વસ્તુ નિરૂપણની દૃષ્ટિએ અભ્યાસ (ચયન કરેલા વાર્તાકારોના સંદર્ભમાં)” એ વિષય પર પી. એચ.ડી.કરી રહ્યા છે.અને ‘શિલ્પી’ બુરેઠાના ઉપનામે સાહિત્ય સર્જન કરે છે. તથા ખૂબ જ જાણીતા ચિત્રકાર પણ છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530