અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ પર મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો, ઉચ્ચ કક્ષાએ રજુઆત
સમગ્ર ગુજરાતમા જો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બન્યો હોય તો તે છે મનરેગા કૌભાંડ જેમાં દાહોદ માં કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડ માં મંત્રીના પુત્રો ના નામો ખુલતા રાજકારણ ગરમાયું હતું અને ફરિયાદો દાખલ થઇ અને તપાસ હાથ ધરાઈ હતી અને હવે અરવલ્લી જિલ્લામાં પણ મનરેગાના કામોમાં મેટ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ ના આક્ષેપો ઉઠવા પામ્યાં છે ત્યારે હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે
મોડાસા તાલુકાના શામપુર ગામના મેટ પર મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. ગામના મેટ દ્વારા યોજનામાં ખોટા હિસાબો બનાવી ગેરરીતિપૂર્વક કરોડો રૂપિયાનું દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કર્યો છે.આ સંદર્ભે નાગરિકે રાજ્ય ACBના DGP અને ડાયરેક્ટર, અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ કરાયું છે કે, શામપુર ગામના મેટ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએ તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે.ફરિયાદ બાદ ગામમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને લોકોમાં પણ આક્ષેપોની સાચાઈ બહાર આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.