આમલઝર પ્રાથમિક શાળાના આચાર્ય સવજીભાઈ વસાવાનો વયનિવૃતિ સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો
આમલઝર પ્રાથમિક શાળાના આચાર્ય સવજીભાઈ વસાવાનો વયનિવૃતિ સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના આચાર્ય સવજીભાઈ રાનીયા વસાવા પોતાની ૩૯ વર્ષની ઉજ્જવળ શિક્ષણ સેવા પૂર્ણ કરી વયનિવૃત્ત થયા.તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનની કદરરૂપે આમલઝર શાળા પરિવાર અને ગામલોકો દ્વારા ભવ્ય વિદાય અને વયનિવૃતિ સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પૂર્વ અધ્યક્ષા સરલાબેન વસાવાએ સંભાળ્યું હતું.કાર્યક્રમમાં સરપંચ જીવીબેન વસાવા, ડે સરપંચ કરશનભાઈ વસાવા,તાલુકા પંચાયત સભ્ય બાલુભાઈ, SMC સભ્યો,
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્ય બચુભાઈ વસાવા,જિલ્લા સંઘના મહામંત્રી રાજીવભાઈ પટેલ,
તાલુકા સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા,મગનભાઇ પટેલ,(માસ્તર) ભરૂચ જિલ્લાના કોળી પટેલ સમાજ ના પ્રમુખ,નિવૃત્ત શિક્ષક મિત્રો, જિલ્લા અને તાલુકા સંઘના હોદેદારો,
સી.આર.સી., ગ્રુપના શિક્ષક મિત્રો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગામમાં ઢોલ નગારા સાથે સવજીભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.ગામની બહેનો એ સમગ્ર ગામને સ્વચ્છ બનાવી શણગાર્યું હતું, જે બદલ તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
ગામલોકોએ ફંડ ભેગું કરી સવજીભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરી.
શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યા અને સમગ્ર ગામલોકો માટે ભોજનની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાળાના શિક્ષક રણજીતભાઈ વસાવા એ મહેમાનોનું આવકાર અને આભાર વ્યક્ત કર્યો,
રાજેશભાઈ વસાવા એ સાહેબના સંસ્મરણો રજૂ કર્યા,
અને હરેશભાઈ વસાવા એ સન્માન પત્રનું વાંચન કર્યું હતું.
શાળા પરિવાર તરફથી સવજીભાઈ વસાવાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું,જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક સંદીપભાઈ કનુભાઈ વસાવા એ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું.
ગામના સરપંચ જીવીબેન વસાવા, બચુભાઈ વસાવા, શાળા પરિવાર તથા ગામલોકો દ્વારા સેવાભાવી શિક્ષક સવજીભાઈ વસાવા ની ૨૩ વર્ષની આમલઝર શાળાની સેવા માટે
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
ઈરફાન ખત્રી
રાજપારડી