સુરેન્દ્રનગર ખાતે આપના કિસાન નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કિસાન સહાય રેલીમાં આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ

તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા પણ જોવા મળ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આજરોજ બુધવારના રોજ સવારે 10:00 વાગે કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના ખરાડી રોડથી શરૂ થયેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે રેલીનું સમાપન કરવામાં આવશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સામે સહાયની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય કરવા માટે સાચો સચોટ સર્વે કરવામાં આવે અને તેના આધારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસ અને દિવસે ગંભીર બનતી જાય છે અને ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો ગયો છે તેવી પરિસ્થિતિમાં હવે ધોધમાર વરસાદના કારણે ઘણા ખેડૂતો પાયમાલ બની ગયા છે, તો આ ખેડૂતોને સરકાર દ્વારા તત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કેટલાક આશ્ચર્યજનક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતાં.




