GUJARATSABARKANTHA

દૂધના વાર્ષિક ભાવફેર બાબતે સાબરડેરી દ્વારા કરવામાં આવેલ સુખદ સમાધાન

દૂધના વાર્ષિક ભાવફેર બાબતે સાબરડેરી દ્વારા કરવામાં આવેલ સુખદ સમાધાન

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની ખેતી બિયારણ ખરીદી, બાળકોની શિક્ષણ ફી જેવી જરૂરિયાત માટે વર્ષ આખરે સાબરડેરી દ્વારા અપાતી રીટેઈન મની રકમ ચૂકવી આપવા અંગે પ્રવર્તી રહેલ અસમંજસ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા મળેલ રજૂઆત તથા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ અને દૂધ ઉત્પાદક સભાસદો રજૂઆત કરવા આજે તા. ૧૧ મી જુલાઈ ના રોજ સાબરડેરી ખાતે આવેલ. પ્રતિનિધિ મંડળ દ્વારા ખુબ જ વિવેકપૂર્ણ અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં ચેરમેનશ્રી શામળભાઈ પટેલ,નિયામક મંડળના ચૂંટાયેલા સદસ્યો અને મેનેજિંગ ડિરેકટરશ્રીની ઉપસ્થિતિમાં સભાસદોને વર્ષ આખરનો ભાવફેર ક્યારે મળશે?, કેટલો મળશે ? ફક્ત ૯ મહિનાનો જ કેમ ચૂકવ્યો ? બાકીનો કેમ ચૂકવવામાં આવતો નથી ? બાબતે પ્રવર્તી રહેલ આશંકાઓ અને અસમંજસ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂ કરેલ તમામ બાબતે શ્રી શામળભાઈ પટેલ દ્વારા વિગતવાર અને વિસ્તૃત સમજ અને છણાવટ કરી જણાવેલ કે, સાબરડેરી આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય ને પરિપૂર્ણ કરવા અને કેન્દ્રિય સહકાર અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહજીના સહકારથી સમૃધ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતનાં મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ કટિબદ્ધ છે ત્યારે સાબરડેરી દ્વારા ગત વર્ષે સભાસદોને સરેરાશ કિલો ફેટેના રૂા.૯૩૩ પ્રમાણે ચૂકવવામાં આવ્યા હતા જેની સામે ચાલુ વર્ષે દૂધ ઉત્પાદકોને દૂધના સતત રૂ।.૮૫૦ પ્રમાણે ભાવ ચુકવ્યા હોવા છતાં સરેરાશ કિલો ફેટેના અંદાજિત રૂ।.૯૭૦ ની આજુ બાજુ ચૂકવવાનો અંદાજ છે. જે અંગે ચોક્કસ આંકડા સંઘના વાર્ષિક હિસાબો મંજૂર થયે જણાવી શકશે. ફક્ત ૯ મહિનાનો ભાવફેર ચૂકવવા બાબતે તેઓ એ જણાવેલ કે સાબર ડેરી દ્વારા કાયદાકીય સલાહ સૂચન મેળવી જુના નિયામક મંડળ દ્વારા મંજૂર કરેલ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધી ના ૯ મહિનાની રીટેઈન મનીની ચુકવણી દૂધ મંડળીઓને દૂધ બિલમાં અગાઉ જણાવેલ તે પ્રમાણે આજે સદર ૯ મહિનાની રીટેઈન મનિની માતબર રકમ રૂા.૨૫૮ કરોડ દૂધ મંડળીઓના દૂધ બિલમાં ચૂકવી દેવામાં આવી છે.

સભાસદોને વર્ષ આખરનો ભાવફેર ક્યારે મળશે તે અંગે વિસ્તૃત છણાવટ કરી જણાવેલ કે, સંઘનું નવું ચૂંટાયેલું નિયામક મંડળ હાલ ચેરમેન-વા.ચેરમેનની ચૂંટણી થયેલ ના હોવાથી જાન્યુઆરી ૨૦૨૪ થી સંઘના કોઈ નીતિવિષયક નિર્ણયો લેવા કે વાર્ષિક હિસાબો મંજૂર કરી જાહેર કરી શકાતો નથી,સંઘના ચેરમેન-વા.ચેરમેનની ચૂંટણી થયેથી નવું ચૂંટાયેલું નિયામક મંડળ તાકીદે વાર્ષિક હિસાબો મંજૂર કરી સાધારણ સભા કરી ઝડપભેર વર્ષ આખરનો ભાવફેર ચૂકવી આપશે એવી ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!