MALIYA (Miyana)માળીયા તાલુકામાં રૂ 2.39 કરોડના ખર્ચે, વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર

માળીયા તાલુકામાં રૂ 2.39 કરોડના ખર્ચે, વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર
સિંચાઈ તથા પશુપાલન વ્યવસાયને ફાયદો
સિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઝુંબેશ રંગ લાવી રહી છે માળિયા તાલુકામાં કુલ ₹ 230.04 લાખ એટલે કે ₹ 2.30 કરોડના ખર્ચે, કરવામાં આવેલા વિવિધ 4 આદેશમાં. જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા ₹ 40.66 લાખ ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા ₹ 99.92 લાખ નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ ₹ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના ₹ 18.95 લાખ ના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે આ તળાવો લિંક થવાથી સિંચાઈ તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી તમામ 9 ગામોમાં આનંદ વ્યાપી ગયો છે









