AMRELIRAJULA

રાજુલા ગર્લ્સ હાઇસ્કુલ માં સાયબર સેમિનાર યોજાયો

સાયબર ફ્લોર થી બચો વિશેષ કાર્યક્રમ યોજાયો

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાની ટી.જે.બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજુલા શહેરમાં આવેલ ટી.જે.બી.એસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થી બહેનોમાં જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઈમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજુલા પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થી બહેનોને સાયબર ક્રાઈમ ફ્રોડથી સાવચેત રહેવા માહિતગાર કર્યા હતાં. જેમા ફ્રોડ મેસેજ, સ્ક્રીન શેરીંગ એપ, કસ્ટમર કેર નંબર, કોઈપણ અજાણ્યા ફોન આવે તો તમારા એકાઉન્ટ નંબર આપશો નહી તેમજ ડુપ્લીકેટ સોશિયલ મિડિયા એકાઉન્ટ ફ્રોડ સહિત વિવિધ સાયબર ફ્રોડથી સાવચેત રહેવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સાયબર ફ્રોડથી સુરક્ષિત રહેવા વિદ્યાર્થી બહેનોને પોલીસે દ્વારા અપીલ
કરવામાં આવેલ સાથોસાથ સાયબર ક્રાઈમની પત્રીકાઓનુ પણ વિતરણ કરવામા આવ્યું હતું. જેથી તમામ વિદ્યાર્થીનીઓને સાયબર ફ્રોડની પૂરતી માહીતીઓ મળી શકે તે માટે રાજુલા પોલીસ દ્વારા સુંદર મજાનો સાયબર ક્રાઈમ જાગૃતી માટે સેમિનારનું આયોજન કરાયું હતું.આ તકે આચાર્ય સીમા બહેન જોષી, રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એફ.ચૌહાણ, એ.એસ.આઈ રાણાભાઈ વરૂ, મુકેશભાઈ ગાજીપરા, અંકિતાબેન જાની, પરેશભાઈ દાફડા તેમજ વિધાર્થીની બહેનો, શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજુલા પોલીસ સ્ટેશનમાં નિમાયેલ પી.આઈ દ્વારા સાયબર રોડ માટે લોકોને જાગૃત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અત્યારે સુધીમાં તેમના દ્વારા વિવિધ શાળા માં સાયબર છોડમાં સાવચેત રહેવા માટેના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે

Back to top button
error: Content is protected !!