
અમરેલી જિલ્લામાં ખાંભા પંથકના એક ગામમાં મધરાત્રે સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને ગાયનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને તેઓએ સુરક્ષાની માંગ ઉઠાવી છે.
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો દ્વારા સિંહના વધતા અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
રીપોર્ટર -સરફરાઝ ખોખર અમરેલી





