
રાજુલા પીટીસી કોલેજ ખાતે ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
રાજુલા ખાતે આવેલ શ્રી બાપા સીતારામ પીટીસી કોલેજ માં પીટીસી પૂર્ણ કરેલ તાલીમાર્થીઓનું 15 વર્ષ બાદ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં તમામ પૂર્વ પ્રાધ્યાપકશ્રીઓના ઋણ સ્વીકાર કરવામાં આવ્યો અને તેમને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતું. કોલેજના ભૂતપુર્વ તાલીમાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ તેમના કોલેજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થા અને ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું




