સાવરકુંડલા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક મળી
તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયાના અધ્યક્ષ સ્થાને ગામડાના વિકાસ માટે રૂપિયા 62 લાખના કામોની મળી મંજૂરી
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ ખાસ સામાન્ય સભા અંતર્ગત સાવરકુંડલા ના ગામડાઓના વિકાસ માટે જુદા જુદા ઠરાવો કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાં જમા થયેલ તાલુકા કક્ષાની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ માંથી કામોનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 62 કામોનું સર્વાનુંમતે વહીવટી મંજુરી આપવામાં આવેલ હતી. આ સામાન્ય સભા ની બેઠકમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી પરસોત્તમભાઈ ઉંમટ, કારોબારી ચેરમેન શ્રીમતી હંસાબેન ઘુસાભાઇ વાણીયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા દરેક વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કુલ 22 સભ્યોમાંથી 20 સભ્યો હાજર રહી વિકાસના કામોનું ઠરાવ પસાર કરી મંજૂરી આપેલ હતી, આ સમગ્ર સામાન્ય સભાનું સંચાલન વિસ્તરણ અધિકારીશ્રી કાકડીયાભાઈ દ્વારા કરવામાં આવેલ હતું અને અંતે આ સભાના અધ્યક્ષ શ્રી જીતુભાઈ કાછડીયા દ્વારા આભાર વિધિ કરી સભા પૂર્ણ કરવામાં આવેલ હતું.