ઢૂંઢિયા પીપળીયા ગામે મોટી ઉંમરના દાદા-દાદીની હત્યા થઇ, AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મૃતકના પરિવારની મુલાકાત લીધી*

યોગેશ્ કાનાબાર રાજુલા
*ઢૂંઢિયા પીપળીયા ગામે મોટી ઉંમરના દાદા-દાદીની હત્યા થઇ, AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મૃતકના પરિવારની મુલાકાત લીધી*
*ગામ લોકોએ કહ્યું કે અવારનવાર ચોરીની ઘટનાઓ ઘટી છે પરંતુ કોઈ ચોર પકડાતા નથી: ગોપાલ ઇટાલીયા*
*ચોરીઓની ઘટનામાં આરોપીઓ પકડાયા નથી માટે હવે હત્યાઓ થવા લાગી: ગોપાલ ઇટાલીયા*
*ફિંગર પ્રિન્ટ અને મોબાઈલનો ડેટાબેઝ સિસ્ટમમાં નાખવામાં આવે તો શક્યતા છે કે ઝડપથી હત્યારા પકડાઈ જાય: ગોપાલ ઇટાલીયા*
*નેતાનો કૂતરો ખોવાઈ તો પોલીસ બે દિવસમાં શોધી લે છે તો પછી હત્યાના આરોપીઓ બે દિવસમાં કેમ પકડાતા નથી?: ગોપાલ ઇટાલીયા*
*અમદાવાદ/અમરેલી/ગુજરાત*
ઢૂંઢિયા પીપળીયા ગામે રહેતા અત્યંત મોટી ઉંમરના દાદા-દાદી બંનેની રાતના સામે કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અત્યંત રોષ ફેલાયેલ છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગામમાં જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમજ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી અને ગામના લોકોને પોતાનો આત્મા જગાડવા માટે વિનંતી કરી. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોલીસ અધિકારી સમક્ષ વાત કરતા દરમિયાન જણાવ્યું કે, અગાઉ પણ આ ગામમાંથી ચોરીઓ થઈ ચૂકી છે. તેમ છતાં પણ અત્યાર સુધી કોઈ ચોર પકડાયા નથી. અગાઉ ચોરીની ઘટનાઓ ઘટતી હતી પરંતુ હવે તો દાદા દાદીની નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી છે જે જરા પણ સહન કરી શકાય તેમ નથી. હવે અમારો સવાલ છે કે પોલીસ વિભાગ આ ઘટના પર કેવા પગલાં ભરશે.
દરેક આરોપીઓના મોબાઈલ નંબર સહિત તમામ માહિતી લેવામાં આવતી હોય છે તો હવે એ તમામ ગુનેગારોની માહિતીનો ડેટાબેઝ સિસ્ટમમાં નાખવામાં આવે તો ચેક કરી શકાય છે કે કયા ગુનેગારો આ વિસ્તારમાં આવ્યા હતા. આ સિવાય જે આરોપીઓના ફિંગર પ્રિન્ટ ઘરમાંથી મળ્યા હતા તે ફિંગર પ્રિન્ટને સરકારી ડેટાબેઝના ફિંગર પ્રિન્ટ સાથે મેચ કરવામાં આવે તો પણ આરોપીઓ પકડાઈ જાય તેવી શક્યતાઓ છે. જો આ હત્યાના આરોપીઓ કે બીજા જે પણ ચોર પકડાઈ જાય છે તો તેમને પકડ્યા બાદ બીજા એંગલથી પણ તપાસ કરવી જોઈએ કે આ ચોર લોકોને આટલી હિંમત કેમ થઈ? એ લોકોની પાછળ કોનું બેકઅપ છે અને એ લોકોને રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો છે? પોલીસ તંત્રમાંથી કોણે એ લોકોને સપોર્ટ આપ્યો છે? જ્ઞાતિના લેવલે કયા લોકો એમની સાથે છે આ રીતે તમામ એંગલથી તપાસ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.
અહીંયા લોકોએ એ પણ ફરિયાદ કરી કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ખૂબ જ વધુ માત્રામાં લોકો છે જે દારૂ પી રહ્યા છે, તો દારૂ પીધેલા લોકો આ રીતની હત્યાની કે બીજી કોઈ પણ પ્રવૃત્તિઓ કરી શકે છે. હાલ આવી ઘટના ઘટે છે તો પોલીસ કહે છે કે દસ દિવસમાં આરોપીઓને પકડી લેવામાં આવશે પરંતુ અમારો સવાલ છે કે જો કોઈ નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલું જલ્દી તેને શોધી લેવામાં આવ્યો હતો?. લોકો કહે છે કે ફક્ત બે દિવસમાં નેતાના કૂતરાને પણ શોધી નાખવાનું કામ પોલીસ કરે છે. તો માણસની હત્યા કરી નાખવામાં આવે છે તો તેના આરોપીઓ બે દિવસમાં કેમ પકડાતા નથી? હું આશા રાખું છું કે મંગળવાર કે બુધવાર સુધીમાં આ ઘટના પર કોઈ મોટો ખુલાસો થશે. આ પરિવારને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી આશા રાખીએ





