AMRELIRAJULA

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ યુવા લીગલ સેલ કો-ઑર્ડિનેટર તરીકે એડવોકેટ અજય શિયાળ ની નિમણૂક

યોગેશ કાનાબાર રાજુલા

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ યુવા લીગલ સેલ કો-ઑર્ડિનેટર તરીકે એડવોકેટ અજય શિયાળ ની નિમણૂક

તા.૨૬ રાજુલા
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા દ્વારા ગુજરાત સંગઠન નવી નિમણૂંક કરી છે. તેમાં ગુજરાત પ્રદેશ યુવા લીગલ સેલ કો-ઑર્ડિનેટર મિડિયા તરીકે એડવોકેટ અજય શિયાળ ની નિમણૂંક કરવામાં આવી છે. તેવો અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ અનેક સામાજિક પ્રશ્નો ને વાચા આપી લોકો ને ન્યાય અપાવવામાં સફળ રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન આખા ભારતના કોળી સમાજનું બિનરાજકીય સંગઠન છે અને આખાં દેશમાં છેલ્લા ૫૦ વર્ષ થી સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે કાર્ય કરે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ આ સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલ સંગઠન માં યુવા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ ચાવડા જવબદારી નિભાવી રહ્યા છે ત્યારે આ સંગઠનમાં એડવોકેટ અજય શિયાળ જેવા જાગૃત અને ઉત્સાહી યુવાન ની નિમણૂંક થતાં યુવાનો અને વડીલો એ આ નિમણૂંકને આવકારી હતી. તમામ સમાજનાં આગેવાનોએ અભિનંદન આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!