DASADADHRANGADHRAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગરના અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દુર કરવા સાંસદે કેન્દ્રીય મંત્રીને લેખિત રજુઆત

તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી સુરેન્દ્રનગરના સાંસદે કેન્દ્રિય મંત્રીને તે માટેની લેખિત રજૂઆત કરેલ છે અને અગરિયાઓને ભારે વાહન સાથે અગરમાં જવાની છૂટ આપવાની ભલામણ કરેલ છે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીયમંત્રી ભુપેન્દ્ર યાદવને લેખિત રજુઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રણકાંઠામાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરીયાઓના પરિવારો વર્ષોથી ત્યાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે જો કે છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા તાલુકાના રણ વિસ્તારને વન અભ્યારણ્ય જાહેર કરાયું છે જેથી અગરિયાઓને પોતાના અગરમાં જવા માટે પણ હેરાન થવું પડે છે અને ભારે વાહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ મનાઈ કરે છે માટે ત્યાં અધિકારીઓ સાથે કાયમી સંઘર્ષ જેવી પરિસ્થિતિ હોય છે જેથી કરીને આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટેની રજૂઆત કરી છે.

Back to top button
error: Content is protected !!