યોગેશ કાનાબાર રાજુલા
શ્રીમતી એચ .બી. સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
શ્રીમતી એચ. બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોલેજના કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેકટર શ્રી ડો. જીગ્નેશભાઈ વાજા તથા કોલેજ પ્રિન્સીપાલ શ્રી ડો. રીટાબેન રાવળ તથા રાજ્ય યોગ બોર્ડ ના તાલીમી શિક્ષક શ્રી દીપાબેન તેરૈયા તથા શ્રી શ્વેતાબેન ધડુક તથા નંદિનીબેન ઝઘડા તથા ધ્રુવી બેન ધડુક તથા સુરભીબેન વાગડીયા તથા એન .એસ .એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીજાગૃતીબેન તેરૈયા તથા ભગવતી બેન વડીયા તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોના દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રાર્થના ભાવ સભર શૈલીમાં કરવામાં આવેલ. ત્યારબાદ મહેમાન શ્રી નું સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ યોગ પ્રશિક્ષક દ્વારા યોગ નુ મહત્વ સમજાવવામાં આવેલ અને યોગ નિદર્શન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો એ યોગ અભ્યાસ કરેલ . આ સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ પણ કરેલ. કાર્યક્રમનું સંચાલન ડો. મિત્તલબેન નાયી દ્વારા સુચારુ રૂપે કરવામાં આવેલ. મહેમાનોને સ્મૃતિ ભેટ સંસ્થા તરફથી આપવામાં આવેલ. આ સાથે કાર્યક્રમ નું આભાર દર્શન સાથે નિયમિતપણે યોગ અભ્યાસ ના સંકલ્પ લેવામાં આવેલ. સર્વે સંતુ નિરામયા ના હેતુને સાર્થક કરવામાં આવેલ. રાષ્ટ્રના યુવા ધન ને તંદુરસ્ત અને સામર્થ્યવાન બનાવવાના સંકલ્પ ને સાર્થક કરવા માટે સુંદર યોગ ની પ્રવૃત્તિ કરવામાં આવેલ.



