AMRELIRAJULA

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે તૃતીય સાહિત્ય કુંજ સભા સુપેરે સંપન્ન.

યોગેશ કાનાબાર રાજુલા

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે તૃતીય સાહિત્ય કુંજ સભા સુપેરે સંપન્ન.

રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે તૃતીય સાહિત્ય કુંજ સભા નું આયોજન થયેલ. જેનો વિષય મધ્યકાલીન સુવર્ણ ભક્તિ યુગ રહેલ. આ સમારંભમાં જાણીતા પત્રકાર નવલકથાકાર શ્રી ધૈવતભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ સમારંભ માં સૌરભ સંસ્થા ના જાણીતા ગીતકાર કવિ શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ શ્રી હેમાળવી તથા કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ સાહેબ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો. જીગ્નેશભાઈ વાજા તથા ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી સીમાબેન પંડ્યા તથા જાફરાબાદ કોલેજ ના ગુજરાતી વિષયના પ્રાધ્યાપક શ્રીડો. જીગ્નેશ ભાઈ રાદડિયા તથા જાણીતા લોકસાહિત્યકાર શ્રી જોરુભાઈ ધાખડા તથા લેખિકા શ્રી વર્ષાબેન પંપાળિયા તથા સર્જક શ્રી રાહુલભાઈ મહેતા તથા સેડી સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી પવનભાઈ ચતુર્વેદી શ્રી રાધા બેન ભુરા પત્રકાર શ્રી યોગેશભાઈ કાનાબાર ઉપસ્થિત રહે લ. સાહિત્ય સભા ની શરૂઆત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી થયેલ ત્યારબાદ સુંદર ભાવ વાહી પ્રાર્થના બાદ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવલ દ્વારા મહેમાન પ્રતિભાઓ નું શાબ્દિક સ્વાગત તથા સાહિત્ય સભા ની માહિતી અને પ્રાસંગિક ઉદબોધન તથા ભક્તિ આંદોલન ના ઉદગમ વિશે વિશેષ છણાવટ કરી. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનો દ્વારા ગુજરાતી સાહિત્યના મધ્યકાળના ભક્ત કવિઓ ની સુંદર રચનાઓ સુદામા ચરિત્ર તથા અખાના છપ્પા , હૂંડી, ગરબી લોકસાહિત્ય તથા પ્રભાતિયા ને અભિનય સાથે વિદ્યાર્થીને બહેનો એ રજૂ કર્યા. સાથે કોલેજના સ્ટેજ પર સંપૂર્ણ મધ્યકાળ જીવંત તાદ્રશ્ય થઈ ગયો હતો. માનનીય અધ્યક્ષ વક્તા શ્રી ધૈવતભાઈ ત્રિવેદી તથા કવિ શ્રી હેમાળવી તથા લોક સાહિત્યકાર જોરુભાઈ ધાખડા તથા પત્રકાર શ્રી કાનાબાર સાહેબ દ્વારા વિદ્યાર્થીની બહેનો ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આપેલ.શ્રી ધૈવત ભાઈ ત્રિવેદી સાહેબે લખેલા તેમના પુસ્તકોનો સેટ કોલેજોની લાઇબ્રેરી ને ભેટ અર્પણ કરેલ .આ સાથે તાજેતરમાં વિમોચન થયેલ પુસ્તક જ્ઞાની અને વિજ્ઞાની લેખક પંકજ શા.જોશી નું આ તકે કોલેજો ને ભેટ મળેલ. સાહિત્યમાં કોલેજ ના વિદ્યાર્થીની બહેનો દ્વારા સુંદર સંશોધનાત્મક દ્રષ્ટિકોણ ને બિરદાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ની જહેમત ગુજરાતી ભાષાના વિષય નિષ્ણાત પ્રોફેસર ડો. મિતલબેન નાઈ તથા કૃપાબેન ધુમડિયા તથા સાહિત્ય કુંજ સભાના સંયોજકો કવાડ પાયલબેન અને ફોરમ બેન ઉપાધ્યાય તથા નિશિતા બેન ખુહા એ કરેલ. અધ્યક્ષ મહેમાન શ્રી ને કોલેજ ની સ્મૃતિ ભેટ માનનીય ટ્રસ્ટી શ્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમની જહેમત કોલેજના જી એસ. યક્ષિતા બેન જોગદી યા તથા તેજલ બેન લાડુમોર ઉઠાવી હતી. આભાર ડો મિત્તલબેન નાયી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ અત્યંત સુચારૂ રૂપે સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!