હાલોલ ખાતે ગુજરાતી ફિલ્મ “વ્હાલી” નો વ્હાલો શો ફિલ્મના મુખ્ય અભિનેતા સચિનભાઈ પરીખની ઉપસ્થિતિમાં યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૫
તા.18 જુલાઈ ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે હાલોલ નગરના પ્રખ્યાત સિનેમેરા થિયેટરમાં ગુજરાતી ફિલ્મ વહાલી ના પ્રીમિયર સોનુ આયોજન રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા કરવામાં આવ્યું હતુ આ ફિલ્મની વિશેષતા એક પારિવારિક ફિલ્મના ની સાથે આજની પેઢી અને તેને સમજાવનાર માતા પિતાનો રક્ષણાત્મક યુહાત્મક બોધ દરેક પરિવારના હૃદય સુધી પહોંચે તેવા ઉમદા સંદેશ સાથે રજૂ થઈ છે. ફિલ્મના મુખ્ય અભિનેતા સચિનભાઈ પરીખ મુંબઈથી હાલોલ ખાતે પ્રત્યક્ષ હાજર રહી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમનો આ ફિલ્મમાં પિતા તરીકેનો અભિનય ઓજસ પાથરી ગયો. આ પ્રીમિયર શો હાઉસફુલ રહ્યો હતો. ગુજરાતમાં રહેતા તમામે આ ફિલ્મ જોવી જ જોઈએ. ગુજરાતી ફિલ્મોમાંની એક ઉત્તમ કોટીની ફિલ્મ છે. આ તબક્કે રોટરી ક્લબ ઓફ હાલોલ ના હોદ્દેદારો દ્વારા મુખ્ય અભિનેતા સચિનભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. પ્રેક્ષકોએ આ તબક્કે આવી સુંદર ફિલ્મ ના આયોજન બદલ પ્રમુખ હાર્દિક જોશીપુરા અને સેક્રેટરી વૈભવ પટેલ તેમજ તમામ રોટેરિયન મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.