
યોગેશ કાનાબાર રાજુલા
શ્રીમતી એચ.બી સંઘવી મહિલા કોલેજ માં વેલકમ ડે તથા ગુરુપૂર્ણિમા નો દ્વીપાંખી મહોત્સવ ની ઉસ્તાહપૂર્વક ઉજવણી

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે તારીખ:10:જુલાઈ 2025. ના રોજ પ્રથમ વર્ષ ના બહેનો નો વેલકમ ડે તથા ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.આ પ્રસંગે કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશ ભાઈ વાજા તથા પત્રકાર શ્રી યોગેશ ભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ના કર કમલ વડે દીપ પ્રાગટ્ય ની સાથે ભાવવાહી પ્રાર્થના ગાન બાદ પ્રિન્સીપાલ ડો. રીટાબેન રાવળ દ્વારા મહેમાનો તથા બહેનો ને આવકારી સ્વાગત પ્રવચન તથા ગુરુપૂર્ણિમા નું મહત્વ પ્રાસંગિક ઉદબોધન કરેલ.ત્યારબાદ રાસ ગરબા,ગીત,સ્પીચ,નૃત્ય,નાટક,તથા અભિનય ની ચડિયાતી ઇવેન્ટ બહેનો દ્વારા પ્રસ્તુત થયેલ જેને તાળીઓના ગડગડાટ થી વધાવવામાં આવેલ.અધ્યાપકો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે આશીર્વાદ પાઠવવા માં આવેલ. પ્રવેશ લેનાર તમામ બહેનો ને આવકારેલ.કુમકુમ તિલક કરી મીઠું મો કરાવવામાં આવેલ.તમામ બહેનો એ. ગુરુ આશિર્વચન લીધેલ.ટ્રસ્ટી શ્રી દ્વારા તમામ બહેનો ને બોલપેન ના સેટ ની ભેટ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.પ્રોગ્રામ ઑફિસર શ્રી જાગૃતિ બેન તેરૈયા તથા શ્રી ભગવતીબેન વડીયા ના માર્ગ દર્શન થી તૈયાર કરવામાં આવેલ.આભાર દર્શન શ્રી નેહા બેન દરજી દ્વારા સુચારુ રૂપે કરવામાં આવેલ.કાર્યક્રમ ની સફળતા માટે તમામ પ્રાધ્યાપક પરિવાર તથા વિદ્યાર્થીની બહેનો ની જહેમત થી સુપેરે સંપન્ન થયેલ.





