AMRELIRAJULA

શ્રીમતી ટી.જે બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

યોગેશ કાનાબાર રાજુલા

શ્રીમતી ટી.જે બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 


રાજુલાની શ્રીમતી ટી .જે.બી.એસ . ગર્લ્સ હાઇસ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ તથા યોગથી થતા ફાયદા તથા યોગ દ્વારા નિરોગી જીવન વિષય ની માહિતી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં શિક્ષકશ્રી એ.બી. જોગરાણા ભાઈ એ યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું ત્થા વિવિધ આસનો દ્વારા બાળાઓ ને આસન પ્રાણાયામ કરાવ્યા હતા. સાથે શાળાનાં શિક્ષીકા બહેન શ્રી વાસંતીબેન ત્રિવેદીએ યોગ શબ્દનાં ઉદ્દભવ તેમજ મહર્ષિ પતંજલી નાં યોગ દર્શન વિષે માહિતી આપી હતી .ત્યારબાદ શાળાના શિક્ષકશ્રી જીતેન્દ્રભાઈ કથીરિયા દ્વારા આસન પ્રાણાયામ અને કસરત ના નિયમો સમજાવી ક્યા સમયે ક્યુ આસન કરવું તેમજ આસનોથી થતા વિવિધ પ્રકારના લાભો સમજાવી યોગ અને આસનો કરવામાં આવ્યા હતા . સમગ્ર શાળા પરિવાર આ કાર્યક્રમમાં જોડાયો હતો શાળાના આચાર્યા શ્રી સીમાબેન પંડ્યા એ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર ને ધન્યવાદ પાઠવ્યા હતા .

Back to top button
error: Content is protected !!