સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલય અટલધારા ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સરકારશ્રી દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ની કામગીરી ચાલી રહી છે ત્યારે સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવામાં તકલીફ ના પડે તેમજ સરળતાથી ઈ કેવાયસી થઈ જાય તે માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શનથી સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે આગામી બે દિવસ તા 21 અને 22 ના રેશનકાર્ડ ઈ કૅવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ માં આજરોજ ઘણા લોકોએ લાભ લીધો હતો તેમ જ હજી પણ એક દિવસ કેમ ચાલુ છે તો સાવરકુંડલા શહેરીજનોને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે
આજરોજ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા ની ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, યુવા મોરચાના પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, યુવા મોરચાના કાર્યકરો ભાવેશભાઈ વિકમા, અમરસિંહ રાઠોડ, કિશન ત્રિવેદી, કેનીલ બાર, ગીરીશભાઈ નંદોલિયા, લલિતભાઈ મારૂ સહિત કાર્યકર્તાઓએ આ કામગીરી કરી હતી.