યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા તાલુકા નું નાનું એવું ગામ નાના રીંગણીયાળા થયું સમરસ
રાજુલા તાલુકાનું નાનું એવું ગામ ચૂંટણી પહેલા થયું સમરસ જોકે ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા એક વિશેષ જાહેરાત પણ કરવામાં આવેલી કે કોઈપણ ગામ સમરસ થશે ત્યારે પોતાની ગ્રાન્ટ માંથી વધારાના પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે ત્યારે નાનારિંગણીયાળા ગ્રામ પંચાતય ને સમરસતા પાછળ અનેક મહાનુભાવો અને કાર્યકર્તા ઓના અથાગ પ્રયત્નો રહેલા છે તેમાં મુખ્યત્વે સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રવુભાઈ ખૂમાણ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાથેજ નાનારિંગણીયાળા ગામ ના ભારતીય જનતા પાર્ટીના યુવા અને નિષ્ઠાવાન કાર્યકર્તા રાજુલા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયરાજભાઈ ધાખડા અને રાજુલા શહેર ભાજપ ના મંત્રી રાજેન્દ્રભાઈ ધાખડા ના સતત પ્રયાસો ને પ્રયત્ન થી શક્ય બન્યું છે તો ગામના સરપંચ શ્રી વનરાજભાઈ ધાખડા અને તમામ સભ્ય શ્રી ઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા….