AMRELIKHAMBHA

ગુજરાતમાં બની શર્મનાક ઘટના, કાકાએ કાકીની મદદથી 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

અમરેલી જિલ્લામાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. આ માટે કાકીની મદદગારી પણ સામે આવી છે. જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં સગા કાકાએ બાળકીને ચોકલેટ આપવાની લાલચે ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. તો દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા કાકીએ મદદ કરી હતી. આ ઘટનામાં પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ ધારી ASP જયવીર ગઢવી ખાંભા પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં ASP જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે.

આ ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી બંને આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!