આણંદના બોરસદ ખાતે ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
આણંદના બોરસદ ખાતે ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
તાહિર મેમણ – આણંદ – 11/08/2024- આણંદ જિલ્લામાં બોરસદની સરસ્વતી શિશુકૂંજ વિદ્યાલય ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે ૭૫મા વનમહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ ગુજરાતના પનોતા પુત્ર સ્વ.શ્રી ક.મા.મુનશીને યાદ કરતાં જણાવ્યું હતું કે, ક.મા.મુનશી દ્વારા વર્ષ ૧૯૫૦માં વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.જે અન્વયે આજે ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે.
વધુમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વર્ષ ૨૦૦૪થી જે વનમહોત્સવ ગાંધીનગર પૂરતો સિમીત હતો તેનો વ્યાપ કરીને સમગ્ર રાજ્યનાં જિલ્લાઓમાં કે જ્યાં સાંસકૃતિક વિરાસતો આવેલી છે ત્યાં પર્યટન સ્થળ તરીકે વિકસાવામાં આવ્યા છે.આજની સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ૧૯ જેટલા સાંસ્કૃતિક વનોનું પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યા છે.જેની ૩૦ લાખ જેટલા પર્યટકો મુલાકાત લીધી છે.તેમ તમેણે ગૌરવભરે જણાવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસે આરંભેલ અભિયાન ’’ એક પેડ માં કે નામ’’ના ઉપલક્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૧૭ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.જેમાં આણંદ જિલ્લામાં પણ વહીવટી તંત્રની સાથે સાથે સામાજિક સંસ્થાઓનો ફાળો પણ વિશેષ રહ્યો છે.તેમ તેમણે ઉમેરતા જણાવ્યું હતું.
પર્યાવરણના જતનમાં વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા તેઓ ઉમેરતા જણાવે છે કે, જનભાગીદારી થકી જ પર્યાવરણને તંદુરસ્ત રાખવા માટે વૃક્ષરોપણ કરવું જરૂરી છે.આથી ઉપસ્થિતોને પરંપરાગત વૃક્ષો જેવા કે લીમડો, પીપળો જેવા વૃક્ષો ઉછેરી તેનું જતન કરવા પણ તેમ વિશેષ ભાર આપવા તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ સાંસદશ્રી મિતેષભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચનમાં શાળઓની બાળાઓને ’’એક પેડ માં નામ’’ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની હાંકલ કરી હતી.
સ્વાગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષક શ્રી નમ્રતાબહેન ઇટાલિયને કાર્યક્રમની રૂપરેખા આપીને વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.તથા શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલે આભારવિધિ કરી હતી.અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું ચંદનના રોપાઓથી સ્વાગત કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી શિશિકુંજ ની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ સામજિક વનીકરણ વિભાગ દ્વારા યોજનાકિય રૂપરેખા દર્શાવતી તથા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવતી ટુંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તરુરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.
આ વેળાએ શાળાના ભૂલકાઓ દ્વારા મિયાવાંકી પદ્ધતીથી ૮૦ પ્રકારના ૭૨૦ જેટલા રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું.