શિક્ષકે વિદ્યાર્થી ઉપર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમરેલી- સાવરકુંડલા પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની ખાનગી શાળામાં સ્કૂલના વિધાર્થી પર શિક્ષક દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપી શિક્ષકને પકડીને પૂછપરછ શરૂ કરી છે. આજે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી-સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની એક ખાનગી શાળા શિક્ષકે શિક્ષણ જગતને શર્મશાર કરતી હરકત કરી છે. વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક વિશાલ સાવલીયાએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકને ઝડ્પી પાડી પૂછપરછ શરૂ કરી છે.
વિધાર્થી ઉપર શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ અને દુષ્કર્મ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા ઘેરા પ્રત્યાધાતો પડી શકે છે. ઘટનાની ગંભીરતા દાખવી ASP સહીત પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આજે 2 વાગે પોલીસ પત્રકાર પરિષદ યોજીને આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરશે.