
જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા વિલીંગ્ડન ડેમ અને આણંદપુર વિયરમાં ગિરનારના જંગલમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક થતા વિલીંગ્ડન ડેમ અને આણંદ પૂર વિયર ઓવર ફલો થયા છે.જેમાં વિલીંગ્ડન ડેમમાંથી દરરોજ ૧.૫ થી 2 એમ.એલ.ડી.પાણી તેમજ આણંદપૂર વિયર માંથી દરરોજ ૧૦ એમ.એલ.ડી. પાણી વપરાશ માટે લેવામાં આવેલ છે.આ બંને ડેમમાં નવા નીર આવતા આજે સવારે ૧૧:૦૦ કલાકે માન.મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા, ડે.મેયર શ્રી આકાશભાઈ કટારા,શાસક પક્ષના નેતા શ્રી મનન ભાઈ અભાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલિયા દ્વારા વિધિવદ પૂજા કરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.આ તકે વોટર વર્કસ સમિતિ ચેરમેનશ્રી સુભાષભાઈ રાદડિયા,લીલાભાઇ પરમાર,પરાગભાઇ રાઠોડ, કાર્યપાલક ઇજનેરશ્રી અલ્પેશભાઈ ચાવડા,અગ્રણીશ્રી એભાભાઈ કટારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ





