GUJARATIDARSABARKANTHA

અમૃત ફાઉન્ડેશન દ્વારા માતા અથવા પિતા વિનાનાં વિદ્યાર્થી ઓને ત્રિરંગ કાર્યકમ થકી શૈક્ષણીક કીટ વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં…

ઈડર…

અમૃત ફાઉન્ડેશન દ્વારા માતા અથવા પિતા વિનાનાં વિદ્યાર્થી ઓને ત્રિરંગ કાર્યકમ થકી શૈક્ષણીક કીટ વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં…

અમૃત ફાઉન્ડેશન દ્વારા સી.જી. મહેતા વિદ્યામંદિર ઉમેદગઢ ખાતે ત્રિરગ કાર્યક્ર્મ શૈક્ષણીક કીટ વિતરણ, એક વૃક્ષ માતાના નામે, તેમજ બચત પેટી વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો…

સમગ્ર ગુજરાત રાજયમાં શિક્ષણ પ્રત્યે ગ્રાન્ટેડ શાળાઓ બાળકોનાં શિક્ષણ પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. હાલના સમયે ઉરચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બાળકોને વાલીઓ ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ અર્થે એડમિશન કરાવતા હોઈ છે. જૉકે દિનપ્રતિદિન ખાનગી શાળા ઓમા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લઇ ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સરકાર સતત ચિંતિત રહેતી છે. અમૃત ફાઉન્ડેશન દ્વારા ઉમેદગઢ ખાતેની શ્રી સી.જી.મહેતા વિદ્યામંદિર ખાતે શૈક્ષણીક કીટ વિતરણ, એક વૃક્ષ માતાને નામ, તેમજ બચત પેટી વિતરણ કાર્યકમ થકી વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. શાળા ખાતે આયોજીત કરવામાં આવેલ કાર્યક્ર્મ માં માતા અથવા પિતા વિનાના વિદ્યાર્થી ઓને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવી હતી…

ઉમેદગઢ શ્રી સી.જી. મહેતા વિદ્યામંદિર ખાતે અમૃત ફાઉન્ડેશન દ્વારા આયોજિત શૈક્ષણિક કીટ વિતરણ કાર્યકમ માં ઈડર તાલુકાની 20 જેટલી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉરચતર માઘ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 210 કરતા વઘુ માતા અથવા પિતા વિનાનાં વિદ્યાર્થી ઓને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવી હતી. ખાસ કરીને માતા અથવા પિતા વિનાનાં વિદ્યાર્થી ઓને શિક્ષણ પ્રત્યે સતત પ્રોત્સાહન મળતું રહે તેય ઉદ્દેશ સાથે બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ સાથે સાથે દિનપ્રતિદિન વધતાં પ્રદૂષણ સામે ગટતું પર્યાવરણ ને ધ્યાને રાખી પાંચસો કરતા વધુ વૃક્ષના છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતું…

ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિધાર્થી તેમજ વિદ્યાર્થીની ઓને સ્કૂલ માફ સાથે સ્કૂલ ડ્રેસ નું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. બાળકોમાં નાનપણથી બચતના સંસ્કાર આવે અને નાનપણથી બાળકો પોતાની બચત કરી શકે તે ઉદ્દેશ સાથે દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેંક દ્વારા બાળકોને બચત પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અમૃત ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યકમ ને લઇ ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, તાલુકા પ્રમુખ કાંતિભાઈ પટેલ, જીલ્લા આચાર્ય સંઘ પ્રમુખ કિરણભાઈ પટેલ સહિતના મહેમાનો ત્રિરંગ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા……

 

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!