GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હાઇવે રોડ બસ સ્ટેન્ડ પાસેના અમુલ પાર્લર નજીક અમુલ દૂધ ની થેલીઓ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી ગયું.

 

તારીખ ૦૨/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ આજરોજ વહેલી સવારના પહોરમાં ગોધરા-વડોદરા હાઈવે પાસેના બસ સ્ટેન્ડમા આવેલા અમુલ પાર્લર નજીક એક અમુલ ડેરીનું દૂધની થેલીઓ ભરેલા આઇસર ટેમ્પો પલટી મારી જતાં દૂધની રેલમછેલ જોવા મળી હતી જ્યાં સદનસીબે આઇસર ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ અકસ્માતને લઇ આ માર્ગ પર અફરાતફરી મચી જવા પામી હતી.કાલોલ બસ સ્ટેન્ડ અમુલ પાર્લર નજીક આજરોજ વહેલી સવારનાં અંદાજીત ત્રણ વાગ્યાની આસપાસ એક દૂધની થેલીઓ ભરેલા આઇસર ટેમ્પોના ચાલકને માર્ગ પરથી પસાર થતી વખતે આગળનો એક ટાયર મસમોટા એલ એન્ડ ટી વિભાગ દ્વારા બનાવાયેલ ગટરના ખાડામાં પડી જતા ટેમ્પો પલટી મારતાં લોકો ચાલકને બચાવવા દોડી ગયા હતા અને ચાલક ને હેમખેમ બહાર કાઢી જોતાં સદનસીબે ચાલકને કોઈ ઇજા જોવા મળી ન હતી.મળેલી માહિતી મુજબ પલ્ટી મારેલ આઇસર ટેમ્પાને સીધું કરતા સમયે આ માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. કાલોલ માંથી પસાર થતા હાઈવે સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના માર્ગ પર ખાડા પડી જતા વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે લોકો હિતમાં છે..!

Back to top button
error: Content is protected !!