BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકા રૂની મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળની પ્રથમ સાલગીરી ઉજવાઈ..

કાંકરેજ તાલુકા રૂની મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળની પ્રથમ સાલગીરી ઉજવાઈ..

કાંકરેજ તાલુકા રૂની મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળની પ્રથમ સાલગીરી ઉજવાઈ..

કાંકરેજ તાલુકાના થરાને અડીને આવેલ જૈન રૂની તીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ લાખોના ખર્ચે નવ નિર્માણ પામેલ પાંજરાપોળનું ઉદ્ધઘાટન દાતાઓના વરદ હસ્તે સિદ્ધાંતમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ સહીત આચાર્ય ભગવંતો આદિ ઠાણાની પાવન નિશ્રામાં સંવત ૨૦૮૦ ના ફાગણસુદ-૧૧ ને બુધ વાર તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. ટુંકાગાળામાં ગુજરાત ભરની પાંજરાપોળોમાં આગવી હરોળ માં સ્થાન પામી પ્રારંભીક તબક્કે જ ૮૦૦ જેટલા પશુઓને અદ્યતન સગવડો સાથે નિભાવ કરતી પાંજરાપોળને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ સાલગીરી નિમિત્તે પ્રમુખ ધિરજકુમાર કે. શાહ, કોર્પોરેટર ગીરાબેન શાહ,શાહ વિજયભાઈ બાલચંદભાઈ સહીત પાંજરાપોળના હોદેદારો, કારોબારી સભ્યો,કાંકરેજી સમાજજનો સહિત સૌ એકઠા થયેલ સવારે સૌનુ આગમન બાદ નવકારશી પતાવી સૌ પાંજરાપોળ પરિસરમાં આવેલ જ્યાં સૌ વાજતે ગાજતે લાભાર્થી પરિવારો સાથે ધ્વજા લઈ પધારેલ જ્યાં શ્રી માણીભદ્ર વીર દાદાની ડેરીએ પ્રથમ સાલ ગીરી નિમિત્તે ધ્વજારોહણ કરેલ. ધ્વજારોહણનો લાભ ગાંધી દેવીલાબેન સુરેશકુમાર પરિવારના નિતિન,મેહુલ,દિવ્યાબેન આદિ પરિવારજનોએ વિધિ વિધાન સહ ધ્વજારોહણ કરેલ.નિર્માણા ધીન જીવદયા માં ની દેરીમાં ધ્વજારોહણ કરેલ ધ્વજા રોહણ નો લાભ દેદરાણી વિનોદલાલ મુક્તિલાલ પરિવારજનોએ ધ્વજારોહણ કરેલ પંડિતવર્ય ભાઈલાલભાઈ શાહે વિધિ વિધાન કરાવેલ બાદમાં સૌ લાભાર્થી પરિવારોએ બંન્ને જગ્યા એ આરતીનો લાભ લીધેલ. પંડિતવર્ય ભાઈલાલભાઈ શાહે સૌને શાંતિ નો પાઠ કરાવેલ. બાદમાં સૌ પાંજરાપોળ સ્થિત ગૌમાતાના પૂજન માટે પધારી સૌએ ગૌમાતાનું પૂજન કરેલ તેમજ ગૌમાતાના કાનમાં નવકાર મહામંત્ર સંભળાવેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!