
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ: વાવકંપા – શણગાલ રોડ પર સર્જાયો અકસ્માત, મોટી જાનહાની ટળી – 4 લોકોનો આબાદ બચાવ
કેટલીક વાર અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે જેમા ફરી એક વાર મસમોટા અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અર્ટીકા ગાડીએ પલટીમારી હતી
મેઘરજ ના વાવકંપા – શણગાલ પાસે સતરડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં મોટી જાનહાની ટળી હતી મળતી માહિતી મુજબ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા મોટો અકસ્માત થયો હતો અને ગાડી રોડ સાઈડમાં ઝાડ સાથે ખાબકી હતી જેમાં ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો જોકે સબનીસીબે મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ ગાડી એ ચાર જેટલી પલટી મારતા ગાડીમાં મસમોટુ નુકશાન થયું હતું અને ગાડી ચાલક સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ વાવકંપા – શણગાલ થી ટીંટોઈ તરફ જતા રસ્તાની પણ દયનીય હાલત છે કેટલાય ખાડાઓ પડી ગયા છે જેને લઇ કેટલીક વાર અકસ્માત નો ભોગ લોકો બની રહ્યા છે સરકાર ધ્વારા મરામત માટે કેટલાય રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં રસ્તાનું રિપેરિંગ કામમાં વેઠ જોવા મળતી હોય છે ત્યારે રસ્તાનું રિપેરિંગ કામ પણ થાય તે જરૂરી છે





