ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.ત્યારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે રહેતા અજિતસિંહ રણા ઉંમર વર્ષ 63 નાઓ તેમના જ ગામમાં આવેલ બોરોની વાડીમાં કામ કરતા ભોલાભાઈ સોલંકી સાથે તેમની મોટર સાઇકલ લઇને સવારના સવા દસ વાગ્યાના અરસામાં સાધલી જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતાં હતાં,તે સમયે સાધલી તરફથી આવેલ ફોર વ્હીલ ગાડીના ચાલકે મોટર સાઇકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો,જેમાં મોટર સાઇકલ ચાલકને કપાળ ના ભાગે તથા ડાબી આંખની પાંપણ ના ભાગે ઈજા પહોંચી હતી,જ્યારે મોટર સાઇકલ પાછળ સવાર ભોલાભાઈ સોલંકીને માંથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં CHC મોટા ફોફળીયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.