GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જનજાગૃતિ માટે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું

 

તારીખ ૨૫/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ સાથે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૪ માર્ચ એટલે વિશ્વ ક્ષય દિન.ઈ. સ.૧૮૮૨ના ૨૪માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢયા હતા. આથી ૨૪માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા જનજાગૃતિ માટે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને ક્ષય રોગ થવાના કારણો અંગેની વિશેષ માહિતી આપવામાં આવી .બીડી, સિગારેટ, તમાકુ વગેરેના સેવનથી હંમેશા દૂર રહી પરિવારજનો અને સમાજનોને વ્યસનથી દૂર રહેવાના સંકલ્પ કરાવવામાં આવ્યા.વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ક્ષય રોગના દર્દીઓને માટે મફત નિદાન અને સારવાર મળી રહે તે માટે યોજનાઓ અમલમાં મૂકી છે.ગુજરાત રાજ્યમાં પણ ક્ષય રોગના દર્દીઓ માટે અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમજ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવામાં આવ્યા છે.તેની માહિતી આપવામાં આવી.લોક જાગૃતિ માટે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ચિત્રકામ,જનજાગૃતિ અંતર્ગત ગીતો તેમજ શિક્ષકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!