GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ડેરોલ સ્ટેશન કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કૃષિ મેળો યોજાયો.

 

તારીખ ૧૪/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તાલુકા વહીવટી તંત્ર કાલોલ દ્વારા અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા ના અધ્યક્ષતા માં પી.એમ.કિસાન ઉત્સવ દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદહસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) પી.એમ. કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત રાજ્યના ૪૯.૫૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ ૧૦૨૮ કરોડથી વધુની ૨૨ મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ તથા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ-૨૦૨૩ “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ કૃષિ મેળો કાલોલના ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે યોજાયો હતો.જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાલોલ તાલુકાના પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ,કિસાન મોર્ચા જીલ્લા ના પ્રમુખ કિરણસિંહ ,જીલ્લા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી સંજયસિંહ રાઠોડ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર તથા સર્વે કાર્યકરો અને મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!