GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ધીએમ.જી.એસ હાઇસ્કુલ અને સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ દબદબાભેર ઉજવાયો

 

તારીખ ૨૮/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ નો કાર્યક્રમ દબદબાભેર ઉજવાયો હતો જેમાં અતિથી વિશેષ તરીકે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા તથા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ઉપસ્થીત રહ્યા હતા કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અનિવાર્ય સંજોગો ને કારણે હાજર રહી શકેલ નહી તેઓએ સમારોહ ને શુભેચ્છાઓ પાઠવી હતી. બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે મહાકાલી માતા , સ્પોર્ટ્સ ડે મહત્વ, શિવ વંદના ,કુંભ મેળા નું મહત્વ,લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વય નિવૃત્ત શિક્ષકો એ ભૂતકાળના શાળા સાથેના સ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!