BAYADGUJARAT

બાયડ તાલુકાના એફપીએસ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ

સસ્તા અનાજ ના દુકાનદારોની પડતર માંગણીઓને લઈને સરકાર તેમજ એસોસિએશન વચ્ચેની મડાગાંઠ નો હજુ સુધી કોઈ નિકાલ ન આવવાને કારણે ગરીબ કાર્ડ ધારકો અનાજ થી વંચિત રહે એવી પરિસ્થિતિ સર્જાઈ છે જે તે આંદોલન વખતે સરકારે સસ્તા અનાજના દુકાનદારોના સંચાલકોને 20 હજાર રૂપિયા કમિશન આપવાની હૈયાધારણા આપી હતી ત્યારબાદ રાજ્ય એસોસિએશને હડતાલ સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સરકાર દ્વારા વિતરણની ટકાવારી બાબતે નવા નિયમો લાવતા દુકાનદારો 20,000 રૂપિયા ના કમિશનથી વંચિત રહેવા પામ્યા છે 99% થમ્બ ઇમ્પ્રેશનથી વિતરણ થાય તેવી દુકાનોને 20 હજાર રૂપિયા કમિશન મળવા પાત્ર થશે એવા સરકારના તઘલખી નિર્ણયથી દુકાનદારો નારાજ છે જેના લીધે ગુજરાત રાજ્યના ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા અસહકાર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતના દુકાનદારોને હાકલ કરવામાં આવી છે કે કોઈપણ દુકાનદારોએ ચલણ જનરેટ કરવા નહીં
આ સંદર્ભે બાયડ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા એફપીએસ પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપપ્રમુખ સોમાભાઈ કોટવાલ તેમજ બાયડ તાલુકાના તમામ દુકાનદારોએ હાજર રહીને રાજ્ય એસોસિએશન દ્વારા આપવામાં આવેલ અસહકાર આંદોલનને સમર્થન આપ્યું હતું

Back to top button
error: Content is protected !!