AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આટા ફેરા થી ભયનો માહોલ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાના ભરચક એરીયા અને સોસાયટીમાં દિપડો આટા ફેરા કરતો જોવા મળ્યો… રાજુલાના ભરચક એરિયામાં અને બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાડે છે આ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની દરવાજાની બાજુમાં દીવાલ છે એ દીવાલ ઉપર ચાલતો રાત્રિના બે વાગ્યે જોવા મળ્યો હતો તે દીપડાને મંદિર ની બાજુમાં જ રહેતા એક ભાઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો આ દીપડો આવા ભરચક એરિયામાં કેમ આવી ગયો તે એક નવાઈની વાત છે અને એકવાર નહીં પણ રાત્રિના ચાર દિવસથી મોડી રાત્રે બે થી ચાર વચ્ચે આટા ફેરા કરતો જોવા મળે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તેઓએ તપાસ કરી છે અને જો હવે દેખાશે તો ત્યાં પાંજરું મૂકીને પૂરવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.. બ્રાહ્મણ સોસાયટીના વડીલોએ તમામને સુચના આપી છે કે રાત્રે કોઈએ બહાર નીકળવું નહીં અને ખાસ કરીને ફળિયામાં કોઈએ સૂવું પણ નહીં અને બાળકો ને ખાસ જાળવીને રાખે અને દરવાજા બંધ કરે તેવી સૂચના આપવામાં આવી છે આ દીપડો ક્યાંથી આવે છે તે નવાઈની વાત છે કેમકે આ સોસાયટી એકદમ વચ્ચે આવેલી છે અને ભરચક રહેણાંક વિસ્તાર સોસાયટી છે

0

Back to top button
error: Content is protected !!