GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના દેલોલ ગામના એક મકાનમાં ગોયરો દેખા દેતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો

 

તારીખ ૧૫/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ શનિવાર ની સમી સાંજે કાલોલ તાલુકા ના દેલોલ ગામમાં રહેતા દેવશીભાઇ ભટ્ટ ના મકાનમાં ગોયરો દેખા દેતા ઘરના સભ્યોમાં ગભરાટનો માહોલ સર્જાય ગયો હતો તેવામાં ગામમાં એક જાગૃત નાગરિક ને જાણ કરતા એમની પાસેથી જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ નો નંબર મળી આવતા ત્યારબાદ તેવોને ફોન મારફતે સંપર્ક કરતા જ જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તત્કાલીન દેલોલ ગામના એક મકાનમાં પોહચી ને ગોયરા ને પકડી સાચી સલાહ આપી હતી જ્યારે તુષારભાઈ પટેલ ના કહેવા મુજબ ગોયરો એક જાત નો કાચિંડો છે અને તે બિનઝેરી છે અને તેં પતંગિયા, ઇયળ અને સડેલું માંસ તેનો ખોરાક છે.અને તેં ત્રણ જાત ના કલર બદલે છે.જ્યારે શિકાર ની શોધમાં ફરતો હોય ત્યારે ક્રીમ કલર નો દેખાય છે જ્યારે માણસ પર ગોયરા ની નજર એક થતાંની સાથે જ લાલ કલર માં તબદીલ થતાં ડર લાગતા માણસ તેના પર હુમલો કરે ત્યારે તરત ગુસ્સા ની મુદ્રા માં ગોયરો એક દમ બ્લેક થઈ માણસ પર કૂદકો મારે છે કે તરત માણસ ને એના નખ વાગી જતા હોય માણસ વહેમ માં મોત ને ભેટી જાય છે. જ્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ ગોયરાને પકડતા ની સાથે બચકું ભરાવતા જ ઉપસ્થિત લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા જ્યાં ઉપસ્થિત લોકોના મનમાં રહેલ ભ્રમને લઇ ગોયરો ઝેરી છે યે વ્હેમ દૂર થઈ ગયો હતો.

Back to top button
error: Content is protected !!