વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. ૩૦ : મુંદરા તાલુકાના ભુજપુર ગામની કુમાર ગ્રુપ શાળાના બાળકો માટે અમદાવાદ – ગાંધીનગર ખાતે બે દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 57 વિદ્યાર્થીઓ સાથે 3 શિક્ષકો જોડાયા હતા. પ્રથમ દિવસે અમદાવાદ રીવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ અને ઇન્ટરનેશનલ ફ્લાવર શો, કાકરીયા તળાવ, સાયન્સ સીટી અને ત્રિમંદિર નિહાળ્યા બાદ બીજા દિવસે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક, અડાલજની વાવ, ગુજરાત વિધાનસભા ભવન, અક્ષરધામ, સેક્ટર 28નું ગાર્ડન વગેરે સ્થળોની મુલાકાત લઈ બાળકોએ આનંદ કર્યો હતો. ત્યારબાદ રાત્રે બાળકોએ અમદાવાદ મેટ્રો ટ્રેનનો અનુભવ કર્યો હતો. સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય ભરતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રવાસ કન્વીનર રામ મેઘરાજ ટાપરિયા અને સાથી શિક્ષક ભરતભાઈ ગઢવી દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ બાળકો માટે આજીવન યાદગાર બની રહેશે એમ જણાવીને તમામ વાલીઓએ સુંદર પ્રવાસના આયોજન માટે શાળા પરિવારને બિરદાવ્યા હતા.