વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ ઓક્ટોબર : જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને રવિ સીઝન માટે પ્રોત્સાહિત કરવા માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ સાથે પોષણ સંગમ કાર્યક્રમનો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.પોષણ સંગમ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સુપોષણ અંગે જાગૃતિ લાવવાનો તથા કુપોષણ સામે લડત આપી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે. અન્ય માતા-પિતાઓમાં પણ પ્રેરણા મળે અને તેઓ બાળકોના પોષણ પ્રત્યે વધુ સજાગ બને તે હેતૂસહ કુપોષણમાંથી હરાવી સુપોષિત થયેલ બાળકોના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેથી કાર્યક્રમ દરમ્યાન અધિકારીશ્રી દ્વારા સંતુલિત આહારના મહત્વ, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પોષક ખાદ્યપદાર્થો, તથા આંગણવાડી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતાં પોષણ કાર્યક્રમો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને માતા, બાળકો અને કિશોરીઓ માટે યોગ્ય પોષણ અપનાવવાથી આરોગ્યમાં થતાં સકારાત્મક ફેરફારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમનું આયોજન ટાઉનહોલ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પોષણ સંગમ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં THRથી બનેલ વિવિધ વાનગીઓનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. જેથી કરી ગ્રામજનોને સંતુલિત આહાર, આહાર વૈવિધ્યતા અને ઘર આંગણે અપનાવી શકાય તેવી પોષણ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે. આ કાર્યક્રમોમાં ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી,પ્રોગ્રામ ઓફિસરશ્રી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, જેટલા બાળકો ભુજ ઘટકના આંગણવાડી કાર્યકરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.