ANJARGUJARATKUTCH

અંજારમાં રામ જન્મોત્સવની ભવ્ય રથયાત્રામાં સેવા, સંવેદના અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ.

સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી ૧૦ હજાર ચકલી ઘર તેમજ ૧૫ હજારથી વધુ પક્ષીઓ માટેના પાણીના કુંડાઓનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ.

અંજાર, તા-08 એપ્રિલ  : અંજારમાં શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રામાં વિવિધ સેવાકીય સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં અંજાર શહેરમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ચકલી ઘર તથા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી અંદાજે ૧૦ હજાર થી વધુ ચકલી ઘર તેમજ ૧૫ હજારથી વધુ પક્ષીઓ માટેના પાણીના કુંડાઓનું વિતરણ રથયાત્રા દરમિયાન કરવામાં આવ્યું હતું.કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ તેમજ અંજાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા દ્વારા પક્ષી ઘર તેમજ પાણીના કુંડાના વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના અગ્રણીઓ ધવલભાઇ આચાર્ય, વસંતભાઇ કોડરાણી, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠીયા, શાસક પક્ષના નેતા નીલેશ ગોસ્વામી, શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી અશ્વીન સોરઠીયા સહિતના અગ્રણીઓએ આ સેવા કેમ્પની મુલાકાત લઇને સેવા સમર્પણ ટ્રસ્ટના કાર્યને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પક્ષીપ્રેમ જગાવવાનો હતો તેમજ પર્યાવરણ જાળવણી માટે સામાન્ય નાગરિકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રથયાત્રાની ભવ્યતા અને ભક્તિભાવ સાથે જ્યારે સમગ્ર શહેર શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું તેની સાથે સેવા સમર્પણ ટ્રસ્ટે આ ઉપક્રમ દ્વારા એક અલગ જ પ્રકારની સેવા ભાવનાને ઉજાગર કરી હતી. ટ્રસ્ટના પ્રમુખશ્રી પરેશભાઇ માલસતરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર ઉત્સવ પૂરતો સીમિત નથી, પરંતુ તેના દ્વારા નાગરિકોને વર્ષભર માટે પક્ષીઓ માટે સંવેદનશીલ બનવા માટે પ્રેરણા આપવામાં આવી છે.શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના પ્રમુખ મેઘજીભાઇ હિરાણી તેમજ મંત્રીશ્રી મોહનભાઇ માલસતર તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સેવા સમર્પણ ટ્રસ્ટના સ્ટોલની મુલાકાત લઇને સેવા સમર્પણ ટ્રસ્ટના સર્વે કાર્યકર્તાઓની સેવા ભાવનાને બીરદાવી હતી અને સેવા સમર્પણ ટ્રસ્ટના કાર્યકર્તાઓનું સન્માન કર્યું હતું. જન્મોત્સવ સમિતિના સંચાલકો તથા રથયાત્રાના આયોજનકર્તાઓએ સેવા સમર્પણ ટ્રસ્ટના આ પવિત્ર કાર્યને ખૂબ જ વખાણ્યું હતું અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં વધુ પ્રમાણમાં યોજવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.જ્યારે આપણે ભગવાનના ઉત્સવોનો ઊલ્લાસ મનાવીએ છીએ, ત્યારે એક સાથે કુદરતી તત્વો અને જીવજંતુઓ માટે પણ કોઈ ન કોઈ સેવાકાર્ય કરવું જોઈએ તેવા ઉદ્દેશ્ય સાથે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ એ સેવા, સંવેદના અને પર્યાવરણપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સકારાત્મકતા વ્યાપે છે અને નવી પેઢી માટે ઉદ્દાહરણરૂપ થઈ ઉપરોક્ત વિગતો સાથેની પ્રેસનોટ આપના સુપ્રસિદ્ધ અખબારમાં નિઃશુલ્ક ફોટો સાથે અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરી દાતાઓના સહયોગને બિદરાવવા કૃપા કરશોજી.

Back to top button
error: Content is protected !!