લખતરનાં આરોગ્ય કેન્દ્રમાં આંખનાં ડોકટર ન આવતા રોષ ફેલાયો

તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે પરંતુ અહીં આંખનાં ડોકટર ન આવતાં હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ડોકટર આવેલ ન હોવાથી દર્દીઓમાં રોષ ફેલાયેલો છે તો આ અંગે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી નવી નવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે તો વડાપ્રધાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોનાં આરોગ્યની સુવિધાઓ પર વધારે ધ્યાન માટે ભાર આપવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધાઓ પર યોગ્ય ધ્યાન ન આપવામાં આવતું હોવાનો ઘાટ લખતર ખાતે સર્જાયેલો છે જ્યાં લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આંખના ડોકટર આવતાં નથી તેના લીધે ગ્રામ્ય વિસ્તાર તેમજ લખતર શહેરનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આંખ બતાવવા માટે 30 કિમી દૂર જિલ્લામથક સુરેન્દ્રનગર ખાતે જવું પડતું હોવાની રાવ ઉઠી છે ત્યારે તાત્કાલિક અસરથી લખતર ખાતે આંખના ડોક્ટર મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.




