વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,

તા.13/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો વઢવાણ
સુરેન્દ્રનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વાહન અકસ્માતના એક કેસમાં વઢવાણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી કુણાલ હરેશભાઈ પાંભરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો છે બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આ ચુકાદો આપ્યો છે કેસની ટૂંકી વિગત
આ કેસની વિગત મુજબ, ગત તા. ૧૪/૦૪/૨૦૨૨ના રોજ ફરિયાદી જયમીન મહેન્દ્રભાઈ પરમાર પોતાના પિતાનું બુલેટ મોટરસાયકલ લઈને સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા તે સમયે આરોપી કુણાલ હરેશભાઈ પાંભર પોતાની અલ્ટો કાર લઈને નીકળ્યા હતા ફરિયાદીનો આક્ષેપ હતો કે આરોપીએ પોતાની ગાડી ગફલતભરી રીતે ચલાવી, સાઈડ સિગ્નલ આપ્યા વગર અચાનક વળાંક લેતા બુલેટ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અંગે સુરેન્દ્રનગર સીટી ‘બી’ ડિવિઝનમાં આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ-૧૧૭, ૧૮૪ મુજબ ગુનો નોંધાયો હતો કાનૂની જંગ અને દલીલો
આ કેસ વઢવાણ અદાલતમાં ચાલવા ઉપર આવતા, બચાવ પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી બીનાબેન આર. નિમાવત રોકાયા હતા કેસ દરમિયાન અદાલતમાં ૧૩ જેટલા સાહેદો પંચો અને ડોક્ટરની વિગતવાર ઉલટ-તપાસ કરવામાં આવી હતી બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કાયદાકીય મુદ્દાઓ પર દલીલ કરવામાં આવી હતી કે માત્ર અકસ્માત થવો એ ગુનો નથી, પરંતુ ફરિયાદ પક્ષે ‘ગુનાહિત બેદરકારી’ અને ‘બેફામપણું’ શંકાથી પર સાબિત કરવું અનિવાર્ય છે ફરિયાદ પક્ષ કાયદાના આવશ્યક તત્વો સાબિત કરવામાં અને રેકોર્ડ પર પૂરતા પુરાવા લાવવામાં નિષ્ફળ રહ્યો છે અદાલતનો ચુકાદો વઢવાણ કોર્ટના નામદાર મેજિસ્ટ્રેટે બચાવ પક્ષના એડવોકેટ બી.આર. નિમાવતની દલીલો, સાહેદોની જુબાની, તબીબી પુરાવાઓ તથા નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લીધા હતા અદાલતે ઠરાવ્યું હતું કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરી શક્યો નથી પરિણામે, આરોપી કુણાલ હરેશભાઈ પાંભરને તમામ આરોપોમાંથી મુક્ત કરી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.




