GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીનો મહત્વનો રોડ આર.સી.સી. 8 કરોડના ખર્ચે બનશે

તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીના માર્ગના વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે આ રોડ પર રોડ કટિંગની કામગીરી તથા આર.સી.સી. રોડ માટે પી.સી.સી. નાખવાનું કામ યુદ્ધની ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે આ માર્ગનું સંપૂર્ણ કામ આર.સી.સી. રોડ તરીકે કુલ અંદાજિત રૂ. ૮ કરોડના ખર્ચે પૂર્ણ થનાર છે આ રોડના નિર્માણથી જિલ્લા મથક તરફનો પ્રવાહ વધુ સરળ, સલામત અને ઝડપી બનશે તેમજ આસપાસના વિસ્તારોનો વિકાસને વેગ મળશે આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!