
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ નવેમ્બર : અદાણી ગ્રીન એનર્જીલિમિટેડનાસી.એસ.આર પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન કચ્છના દૂરના સીમાડે આવેલા ખાવડા અને બન્ની વિસ્તારમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે “પ્રોજેક્ટ ઉત્થાન” નામનો એક પરિણામલક્ષી કાર્યક્રમ ચલાવી રહી છે. આ વિસ્તારની કુલ ૧૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે, જેથી અહીંના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જીવનના અન્ય પાસાઓમાં પણ આગળ વધવાની તક મળી રહે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોનું બોર્ડ પરિણામ સારું આવે તે છે. એ માટે દરેક શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો માટે ખાસ ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને દીકરીઓના અભ્યાસ અને સલામતીને ધ્યાનમાં રાખીને મહિલા શિક્ષિકાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાલીઓ પણ નિશ્ચિંતપણે પોતાની દીકરીઓને શાળાએ મોકલી શકે. ઉત્થાન સહાયક અને શાળાના નિયમિત શિક્ષકો સાથે મળીને દરરોજ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સંપૂર્ણ મહેનત કરે છે.શિક્ષણની સાથે વાલીઓને પણ જાગૃત કરવું જરૂરી છે, એટલે દર અઠવાડિયે ઉત્થાન સહાયક ઘર-ઘરે જઈને વાલીઓને મળે છે, તેમને શિક્ષણનુંમહત્ત્વ સમજાવે છે અને બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરિત કરે છે. શાળાનું વાતાવરણ આનંદમય બને તે માટે દરેક શાળામાં સંગીતનાં સાધનો આપવામાં આવ્યાં છે, જેથી પ્રાર્થના સંગીતમય થાય અને બાળકોના મનમાં શાંતિ આવે. દરેક શાળામાં સારી એવી લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, જેથી બાળકો પાઠ્યપુસ્તકની બહાર પણ જ્ઞાન મેળવી શકે. અભ્યાસમાં મદદ થાય તે માટે નોટબુક્સ, બોર્ડ પરીક્ષા વખતે પરીક્ષા કીટ અને રમત-ગમત માટે સ્પોર્ટ્સ કીટ આપવામાં આવે છે. દર વર્ષે ક્રિકેટ અને બેડમિન્ટનની મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ઉત્સાહથી ભાગ લે છે.શાળાઓને સુંદર અને રમણીય બનાવવા માટે રંગરોગાન, બાલા પેઇન્ટિંગ, પેવરબ્લોક, શેડ, આરઓપ્લાન્ટ અને સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવ્યું છે. સરકારના “ગ્રીન સ્કૂલ” કોન્સેપ્ટને અનુરૂપ તુગા અને ભીરંડિયારી શાળામાં ૩,૧૦૦થી વધુ વૃક્ષો વાવીને “અદાણી વન” બનાવવામાં આવ્યું છે. બાળકોને દેશ અને દુનિયા સાથે જોડવા મુંદરા ખાતે અદાણીપોર્ટ, પાવર પ્લાન્ટ અને સોલરપાર્કની મુલાકાત લેવડાવવામાં આવે છે, જેથી તેમની આંખો ખુલ્લી થાય અને મનમાં મોટાં સપનાં જાગે.આ બધી પહેલો એક જ ઉદ્દેશ્યથી ચાલે છે – ખાવડા અને બન્નીપશ્ચિમના આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, તેમનાં સપનાંપાંખોફફડાવે અને એક દિવસ તેઓ પોતાના ગામ અને દેશ માટે કંઈક મોટું કરી શકે. અદાણી ફાઉન્ડેશન આ કાર્યમાં સતત સક્રિય અને પ્રતિબદ્ધ છે.






