સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ સાથે સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું.

તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો કે અન્ય બિમારીઓ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર કે. સી. સંપટનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સફાઈ અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જે અન્વયે આજરોજ નગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ભરાઈ ગયેલા કચરા-પાણીનો નિકાલ કરવમાં આવ્યો હતો જેમાં ટી.બી હોસ્પિટલ પાછળનો વિસ્તાર, દુધરેજ વોર્ડ નંબર ૦૧, વોર્ડ નંબર ૦૪, રેલ્વે અંડરબ્રિજ સહિતના સ્થળોએ યુધ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી તેમજ ભૂગર્ભ ગટરોમાં અટવાયલો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી ભૂર્ગભ ગટરો સાફ કરવામાં આવી હતી જે વિસ્તારમાં વધુ પડતો કચરો હતો ત્યાં જેસીબી, ટ્રેક્ટરની મદદથી ઘન કચરાના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.




