Jasdan: જસદણ ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૪/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે “સફાઇ અપનાવો, બીમારી ભગાવો” થીમ અંતર્ગત સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જસદણ ખાતે મુખ્ય બજાર અને જાહેર રસ્તા પર આવેલ ઉકરડા અને અન્ય કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો તથા તેના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
આ સફાઈ અભિયાન અંતર્ગત ખાસ ઉકરડા- બ્લેક સ્પોટને દૂર કરી ગામમાં ચોમાસામાં ઉકરડામાં ગંદકીના કારણે ઉત્પન્ન થતા મચ્છરજન્ય રોગો વિષે લોકોને સમજ આપવામાં આવી હતી. અને પ્રાથમિક સ્તરે સ્વચ્છતા અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ પણ કરાઈ હતી. ગામના સીમ વિસ્તારોમાં આવેલા ઉકરડામાંથી પ્લાસ્ટિકને દૂર કરી સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. સાથે જ મુખ્ય બજારની શેરીઓને સ્વચ્છ કરી “સ્વચ્છતામાં પ્રભુતા”નો સંદેશ આપવામાં આવ્યો હતો.