તા.૨૬.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલવે સ્ટેશન નજીક રેલવે પાટા પર એક વૃદ્ધ મહિલા રેલવે લાઇન કોર્સ કરતી સમયે ટ્રેનની અડફેટે મહિલા આવી જતા મહિલાનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે
ગતરોજ દાહોદ રેલવે સ્ટેશન નજીક બી કેબીનની સામે રેલવેના પાટા પર થી એક વૃદ્ધ મહિલા રેલવે લાઈન ક્રોસ કરી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતી એક ટ્રેનની અડફેટે વૃદ્ધ મહિલા ટ્રેનની અડફેટે આવી જતા મહિલાનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક રેલવે પોલીસને થતા રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. રેલવે પોલીસે મૃતક વૃદ્ધ મહિલા ના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપી આ સંબંધે દાહોદ રેલવે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.