AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વિહીરઆંબા ગામ નજીકનાં વળાંકમાં એસટી બસ ખીણમાં ખાબકતા બચી.

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વિહીરઆંબા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં માલસામાનનો જથ્થો ભરેલ ટ્રક ખોટકાઈને ઉભો હતો.તે વેળાએ અહી આહવાથી સાપુતારા તરફ જઈ રહેલ એસટી બસ યુટર્ન વળાંકમાંથી પસાર થવા જતા આ એસટી બસનો ટર્ન ન લાગવાનાં કારણે રિવર્સમાં પાછી આવી હતી.જોકે ચાલક દ્વારા સમય સુચકતા વાપરતા એસટી બસ ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.અહી સ્થળ પર એકાએક એસટી બસ પાછળ આવતા એસટી બસમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈને પણ ઇજા પોહચી ન હતી. અહી વિહીરઆંબા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં ટ્રક ખોટકાઈને ઉભો રહેતા તેમજ એસટી બસ પણ અર્ધો માર્ગ રોકી લેતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટ્રાફિક જામની સમસ્યા સાથે વાહનોની લાંબી કતારો જામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાનો સાપુતારા-શામગહાન-આહવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી રોજેરોજ અસંખ્ય માલવાહક વાહનો પસાર થાય છે.પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ માર્ગમાં વળાંકોની સુધારણાની કોઈ પણ તસ્દી ન લેતા વારંવાર મોટા વાહનો ફસાઈ જાય છે.અથવા ક્યાંક અકસ્માત સર્જાઈ છે.જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આ માર્ગ પર દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!